નવરાત્રિના નવ દિવસ માતાજીની પૂજા અર્ચના સાથે નવ દિવસ સુધી ગરબા રમી થનગનાટ કરતા ખેલૈયાઓ નવરાત્રી બાદ શરદપુનમની રાહ જોઈ રહ્યા હોય ત્યારે શરદપૂનમની રાત્રીએ મન મૂકીને ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી.
ત્યારે શરદપૂનમની રાત્રીએ મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમોત્સવ આયોજન કર્યું હતું. ત્યારે બ્રહ્મ સમાજના ખેલૈયાઓ એ ગતરાત્રિએ સનાળા રોડ પર આવેલ સરદાર બાગની સામેના ગ્રાઉન્ડમાં રાસ ગરબા રમી ધૂમ મચાવી હતી. ત્યારે નાના નાના ભૂલકાઓથી લઈ તમામ વયના ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમ્યા હતા. આ ઉપરાંત સારા ગરબા રમનાર ખેલૈયાઓને પ્રિન્સ અને પ્રિન્સેસ નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. બાદ સમગ્ર બ્રહ્મ સમાજ પરિવારે સાથે બેસી શરદ પૂનમ નિમિત્તે દૂધ પૌવા નો પ્રસાદ પણ લીધો હતો.