મોરબી જિલ્લામાં દિવસેને દિવસે આગ લાગવાના બનાવવામાં ચિંતા જનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબી તાલુકાનાં અદેપર ગામે આવેલ ફેકટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના અદેપર ગામે આવેલ બ્રાઉનીયા પેપર એલ.એલ.પી નામની ફેકટરીમાં આજે બપોરે વિકરાળ આગ લાગી હતી. જેને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. તેમજ બનાવ અંગે કર્મીઓ તેમજ સંચાલકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોરબી ફાયરની ટીમ દ્વારા મીની ફાયર અને વોટર બાઉઝર વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ત્યારે બનાવમાં કેટલાનું નુકસાન થયું છે તે હજી બહાર નથી આવ્યું. જો કે સદનસીબે આગમાં કોઈ જાન હાની થવા પામી નથી.