માળીયા મી. ના ચીખલી ગામે એક યુવકને “બે દિવસ પેલા કેમ મને ગોતતો હતો” તેમ કહી ભૂંડાબોલી ગાળો આપી છરી નો ઘા મારતા એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ માળિયા મી. ના ચીખલી ગામે ગામના ચોક થી આગળ આ કામ ના ફરિયાદી લાભુભાઈ મહાદેવભાઈ સનુરા પોતે તારીખ 29 ના રોજ પછી લેવા ગયેલ હોય ત્યારે આ કામના આરોપી આશિફ ઉર્ફે આરો ત્યાં આવી ફરિયાદીને બે દિવસ પહેલા કેમ ગોતતો હતો તેમ કહી ભૂંડા બોલી ગાળો આપવા ગયો હતો બાદ ફરિયાદી દ્વારા તેમને ગાળો આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને છરીનો એક ઘા ફરિયાદીના બરડામાં જમણી બાજુ મારી દેતા ગંભીર જાઓ પહોંચી હતી ત્યારે તેમને ત્રણ ટાંકા આવ્યા હતા જે બાબતે માળીયામીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.