મોરબીના હળવદમાં રહેતા વિનુભાઇ રત્નાભાઇ કોળી નામના ૪૦ વર્ષીય યુવકે ચુંપણી ગામની સીમમાં આવેલ વાડીમા લીમડાના ઝાડ સાથે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ત્યાંના સ્થાનિકે વિનુભાઇને ઝાડ સાથે લટકતા જોતા જ તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પીટલ ખસેડાયા હતા. જ્યાં ઉપસ્થિત ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. અને આપઘાતને લઇ હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.