મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ઘર કંકાસના કારણે બનતા હિંસક બનાવોએ માજા મુકી છે. તેવામાં મોરબીમાં વધુ એક ઘર કંકાસ ના મામલે પતી દ્વારા પત્ની પર હિંસક હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિએ તુ કેમ મારી સાથે રહેતી નથી તેમ કહી પત્નીને ઇજા પહોંચાડી હતી.
મળતી માહિતી અનુસાર, માળિયા મી.નાં મોટા દહીસરા ગામે રહેતા કમળાબેન નીર્મલ જયોતી પેટ્રોલ પંપની બાજુમા, મોતીભાઈનાં ભંગારના ડેલે સાફ સફાઈનુ કામ કરતા હોય તે વખતે તેના આરોપી પતિ રમેશભાઈ દલપતભાઈ પારીયાએ સ્થળ પર આવી તેની પત્નીને તુ કેમ મારી સાથે રહેતી નથી તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છુટા નળીયાનો ઘા કરીને કપાળના ભાગે ઈજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.