મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશનના PI એમ.વી.પટેલ તથા ડી.એમ.ઢોલને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના આપતા હળવદ વિસ્તારમાં મારામારીના ગુન્હા આચરતા બે ઇસમને પાસા તળે અટકાયત કરી ભાવનગર તથા પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમ અન્વયે ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠીની ગઈકાલે 7 વાગ્યે પાસા એક્ટ હેઠળ અટકાયત કરી હળવદ પોલીસ દ્વારા ભાવનગર જિલ્લા જેલ હવાલે તેમજ મેહુલભાઈ ઉર્ફે મેરીયો ઉર્ફે મેરો કાળુભાઈ ઉર્ફે પ્રેમજીભાઈ કણઝરીયાની ગઈકાલે પાસા એકટ હેઠળ અટકાયત કરી પોરબંદર જિલ્લા જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામેના બંને ઈસમો મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલ હોય જેઓને હળવદ પોલીસ દ્વારા મોકલી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.