Sunday, January 12, 2025
HomeGujaratટંકારાના ઉમીયાનગર ગામે ટ્રેક્ટરમાં બ્રેક મારતાં ટ્રેકટરમાં બેસેલ એક વ્યક્તિ નીચે પટકાતા...

ટંકારાના ઉમીયાનગર ગામે ટ્રેક્ટરમાં બ્રેક મારતાં ટ્રેકટરમાં બેસેલ એક વ્યક્તિ નીચે પટકાતા મોત

મોરબીનાં ટંકારામાં વધુ એક અકસ્માતમાં મોતની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રેક્ટરમાં ઢાર ઉતારતી વેળાએ પુરપાટ ઝડપે જતા ટ્રેકટરને જોરથી બ્રેક મારતા ટ્રેકટરના પંખા ઉપર બેઠેલ શખ્સ નીચે ખેતરમાં પટકાયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતિ અનુસાર, ગત તા.૧૭/૧૧/૨૦૨૨ ના રોજ દુર્લભજીભાઇ અને રમેશભાઇ ટ્રેકટરમાં ટંકારાનાં ઉમીયાનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રેકટરના ચાલાક દુર્લભજીભાઇએ પોતાનું GJ-09-B-5498નું ટ્રેકટર પુરપાટ ઝડપે ચલાવી ટ્રેકટરને ઢાર ઉતારવા જતા અચાનક ટ્રકેટરમાં બ્રેક મારતા ટ્રેકટરના જમણા પંખા ઉપર બેઠેલ રમશેભાઇ સવજીભાઇ નીચે અકસ્માતે ખેતરના ઢારીયાની કડ ઉપર પડી હતા. જેના કારણે તેમને છાતી તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું છે. જે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવારજન અરજણભાઇ સવજીભાઇ બોરસાણીયાએ ઇ.પી.કો. કલમ- ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ- ૧૭૭,૧૮૪, મુજબ ગુનો નોંધાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!