મોરબીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડ પર રોજડુ આડુ ઉતરતા પુરપાટ ઝડપે જતી બાઈક તેની સાથે અથડાતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં નાની વાવડી ગામે આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા રણજીતસિંહ નવલસિંહ જાડેજા તેનાં પુત્ર કુલદિપસિંહ જાડેજા સાથે ગઈકાલે ખાખરાળા ગામનાં નકલંક સોસાયટીથી મરોબી તરફ જતા હતા. તે દરમિયાન કુલદીપે પોતાનું યામાહા કંપનીનુ GJ-36-AE-7272 નંબરનું બાઈક પુરપાટ ઝડપી ચલાવી જતા હતા. તે દરમિયાન રોજડુ આડુ ઉતરતા તેની સાથે બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેનાં કારણે રણજીતસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે બાઈક ચાલક કુલદીપને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.