Sunday, November 24, 2024
HomeGujaratમોરબી એવન્યુ પાર્ક ખાતે સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા આગામી તા.૧૨-૧૨ થી ગૌસેવા...

મોરબી એવન્યુ પાર્ક ખાતે સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા આગામી તા.૧૨-૧૨ થી ગૌસેવા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવે ના વ્યાસાસને અનેરૂ આયોજન

- Advertisement -
- Advertisement -

આદીકાળ થી સનાતન હિન્દુ ધર્મ મા ગૌમાતા નુ પૂજન-અર્ચન કરવા મા આવી રહ્યુ. ગૌમાતા માતા મા ૩૩ કરોડ દેવતાઓ નો વાસ છે ત્યારે ગૌસેવા ના લાભાર્થે મોરબી ના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી ના સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન આગામી તા.૧૨-૧૨-૨૦૨૨ સોમવાર થી ૧૮-૧૨-૨૦૨૨ રવિવાર દરમિયાન કરવા મા આવ્યુ છે. જે અંતર્ગત પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવે ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ રસપાન કરાવવા મા આવશે. પોથી યાત્રા તેમજ કથા દરમિયાન આવતા ધાર્મિક માંગલિક ઉત્સવો જેવા કે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ સહીત ના પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ધામધૂમ થી ઉજવવા મા આવશે.

હિન્દુ ધર્મ ની પરંપરા મુજબ મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે દાન-પૂણ્ય નો મહીમા રહેલો છે ત્યારે મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગૌસેવા ના લાભાર્થે એવન્યુપાર્ક સોસાયટી ગરબીચોક ખાતે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા વિવિધ પ્રસંગો મા યજમાન બનવા તેમજ સહયોગ અર્પણ કરવા શહેર ની ધર્મપ્રેમી જનતા ને શ્રી હસુભાઈ ચંડીભમર-મો.૯૯૨૫૭ ૮૦૮૮૮. માવજીભાઈ પટેલ-મો.૯૦૯૯૦૧૭૯૦૦. રમાબેન કોઠીયા-મો.૯૭૨૭૮૭૧૯૧૯. જાગૃતિબેન કૈલા-મો.૯૭૨૬૮૦૭૩૪૦. નિર્મિતભાઈ કક્કડ-મો.૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે. શહેર ની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ મા પધારવા તેમજ કથા નુ રસપાન કરવા સુંદરકાંડ મહિલા મંડળે ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!