મોરબીના શહેરી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી ને લલચાવી ફોસલાવી એક યુવકે પોતાની અસલ નામ બદલી ને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શહેરી વિસ્તારમાં રહેતી એક યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આસિફ મામદ ભાઈ મકરાણી નામના યુવકે તેની સાથે નામ બદલી ને વારંવાર દુષ્કર્મ આચર્યું છે થોડા સમય પેહલાં આ યુવક સાથે પરિચયમાં આવી હતી અને ત્યારે આશિફે તેનું નામ અશોક બાબુભાઈ હોવાનું જણાવ્યું હતું ત્યારે અશોક સમજીને તેની સાથે પરિચય માં કેળવી ને યુવતીને મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં લઈ જઈ ને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહે તો યુવતી અને તેના પરિવાર મે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેમજ આ યુવક આસિફ ઉર્ફે અશોક દ્વારા યુવતીને કહેવામાં આવ્યું હતું કે હવે તારે ને મારે કોઈ સંબંધ નથી તેમ કહીને યુવતી પાસેથી કોરા કાગળ માં સહી કરાવી લેવામાં આવી હતી અંતે યુવતી ને આ યુવકની હકીકત ખબર પડી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આસિફ મામદ મકરાણી ઉર્ફે અશોક બાબુભાઈ (રહે.મકરાણી વાસ મોરબી)વાળા ઇસમ વિરૂદ્ધ અપહરણ,બળાત્કાર અને પોકસો સહિતની વિવિધ કલમો 363,376(2)(N),376(3),506(2) અને પૉક્સો એક્ટ 5(L)6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.