Saturday, November 23, 2024
HomeGujaratહળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત

હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત

આજરોજ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય ના પતિ અને હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ ઠાકોર સમાજના અગ્રણીએ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ગળે ફાંસો ખાઈ આઘાત કર્યો છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના મૃત્યુને લઈને પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

- Advertisement -
- Advertisement -

બનાવન પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ ઠાકોર સમાજના અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ હાલ મોરબી જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ હનુભાઈ કોળીએ આજે વહેલી સવારે ડુંગરપુર ગામે આવેલ તેમની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે, આ બનાવની જાણ ગ્રામજનો સહિત પંથકના લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો ડુંગરપુર ગામે દોડી ગયા હતા અને પૂર્વ પ્રમુખના અપમૃત્યુને લઈ લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે જોકે હનુભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી સાથે આ બનાવની હજુ સુધી હળવદ પોલીસ મથકે કોઈ નોંધ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!