મોરબીના અકસ્માતે મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ મેલેનીયમ સેરા સીરામીકમાં કામ કરતા મોરબીના વીસીપરાના રહેવાસી વીનોદ અનિલભાઈ સોનને નામના યુવક ગઈકાલે મેલેનીયમ સેરા સીરામીકમા પતરા ચડાવતા હતા. તે દરમિયાન હોઈ કારણોસર પગ લપસી જતા ધડાકાભેર નીચે પછડાયા હતા. જેનાં કારણે તેમને માથામાં ઈજાઓ પહોંચતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા અને મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.