અણીયારી ટોલ પ્લાઝા પર માર્ગ સલામતી સપ્તાહ 2023 અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ટ્રક ડ્રાઈવરો નુ બીપી અને સુગર ચેક કરવામાં આવ્યું હતું. યુનિક હોસ્પિટલ હળવદ ના ડૉ શિવાની મેડમ તથા સ્ટાફ, માળીયા પોલીસ સ્ટાફ અને L&T સ્ટાફ લક્ષ્મણભાઈ ચોહાણ, ગૌરવ નોટીપાલ, હાર્દીક પટેલે, સુમિત ત્રિવેદી,અને સ્ટાફ ના સહયોગથી માર્ગ સલામતી સપ્તાહ નો કાર્યક્રમ ખાખરેચી ટોલ પ્લાઝા પર યોજાયો હતો.
આ કેમ્પમાં બોહોળી સંખ્યામાં ડ્રાઈવર લાભ લીધો હતો, તેમને ટ્રાફિક અંગેની જાગૃતિ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. માળિયા મી. પી.એસ.આઇ એમ પી સોનારા તથા એલ એન્ડ ટી ટોલ પ્લાઝા અધિકારીઓએ સ્ટાફએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.