મોરબીના લાલપર ગામ નજીકથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક બાઈક સવારને પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે હડફેટે લીધો હતો. જેના કારણે યુવકના ઢીચણથી નીચેના ભાગે ઓપરેશન કરાતા તે ભાગ કાપવો પડ્યો હતો. જયારે ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મૂકી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, મહાવીર નગર સોસાયટી વાકાનેર ખાતે રહેતા વિવેકભાઇ યશવંતભાઇ સોઢા નામનો યુવક ગત તા-૩૧/૦૧/૨૦૨૩ ના સવારના આશરે સાડા દસેક વાગ્યાની આસપાસમાં પોતાની GJ-36-M-8850 નંબરની મોટર સાઇકલ લઇ માટેલ રોડ ઉપર આવેલ લેનીસ સીરામીકના કારખાનેથી કારખાનાના ડિજીટલ મશીનનુ ફિલ્ટર લેવા માટે મોરબી આવતા હતા. ત્યારે લાલપર ગામ નજીક વાકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ કોરલ સીરામીકના કારખાનાની સામે પહોચતા આગળ એક ટ્રક વળતી હોવાથી ફરિયાદી યુવકે તેનુ મોટર સાઇકલ ડાબી બાજુ લઇ ધીમે ધીમે ચલાવી જતો હતો. ત્યારે પાછળથી GJ 04 AW 1374 નંબરના ટ્રક ચાલકે તેનુ ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે ફરિયાદીના વાહન સાથે એકસીડન્ટ કરતા ફરીને જમણા પગમા ઢીચણના નીચેના ભાગે ગંભીર ઇજા થતા છોલાય ગયેલ જેથી ફરીને પ્રથમ મોરબી કિષ્ના હોસ્પીટલ અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ જેનીસીસ હોસ્પીટલ ખાતે દાખલ કરતા ત્યા સારવાર દરમ્યાન ફરીનો જમણો પગ ઢીચણથી નીચેના ભાગે ઓપરેશન દરમ્યાન કાપેલ હતો. જયારે આરોપી અકસ્માત સર્જી પોતાનું GJ 04 AW 1374 નંબરનું ટ્રક સ્થળ ઉપર મુકી ફરાર થયો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.