Friday, October 18, 2024
HomeGujaratમચ્છુ નદીના પુલ પર પીસ્તોલ તેમજ જીવતા કાર્ટીઝ સાથે ફરતા ઈસમને પકડી...

મચ્છુ નદીના પુલ પર પીસ્તોલ તેમજ જીવતા કાર્ટીઝ સાથે ફરતા ઈસમને પકડી પાડતી મોરબી એસ.ઓ.જી. ટીમ

મોરબી તાલુકાના જોધપર(નદી) પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો છે. એસ.ઓ.જી.એ બાતમીના આધારે નદીજોધપર મચ્છુ નદીના પુલ પાસેથી આરોપીની ધરપકડ કરી રૂપીયા ૫,૦૦૦/-ની કિંમતની પિસ્તોલ કબજે કરી છે. તેમજ રૂપીયા ૧૦૦/- કિંમતનું એક કાર્ટીઝ કબ્જે કર્યું છે.

- Advertisement -
- Advertisement -

વિગત અનુસાર મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે મજબુત બાંધાનો અને શરીરે ગ્રે કલરનું ટીશર્ટ અને આછા કાળા જેવા કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે તથા પગમા ચપ્પલ તથા માથે ખાખી જેવા કલરની ટોપી પહેરેલ છે. તેનુ નામ સની અમુભાઇ ચાવડા (રહે. સો ઓરડી મોરબી) છે તે અત્યારે નદીજોધપર લીલાપર રોડ ઉપર આવેલ મચ્છુનદીના પુલ ઉપર ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની જુની પીસ્તોલ છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચમાં રહી કોર્ડન કરી સની ઉર્ફે ભાણો અમુભાઇ ઉર્ફે બાબુભાઇ ચાવડા (હાલ મોરબી સો ઓરડી વરીયા મંદિર પાછળ રવિભાઇ શંકરભાઇ કુભાર ના મકાનમાભાડેથી તા.જી.મોરબી મુળ ગામ જુનારાયસંગપર ડબા ચોક તા.હળવદ જી.મોરબી) નામના રીક્ષા ડ્રાયવિંગનો ધંધો કરતા શખ્સને પકડી પાડી તેની પાસેથી રૂપીયા ૫,૦૦૦/-ની કિંમતની પિસ્તોલ તેમજ રૂપીયા ૧૦૦/- કિંમતનું એક કાર્ટીઝ કબ્જે કર્યું છે. અને આરોપીને આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!