Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ : પ્રેમિકાના ભાઈએ યુવકને ગળા ટુપો આપી...

મોરબીમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ : પ્રેમિકાના ભાઈએ યુવકને ગળા ટુપો આપી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ઘટસ્ફોટ

મોરબીમાં પ્રેમ સંબંધમાં એક યુવકનું ઢીમ ઢાળી દીધું હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાના ભાઈને બંનેના પ્રેમ સંબંધ વિષે જાણ થતા તેણે યુવકને ધાક ધમકી આપી બાદમાં ગળા ટુપો આપી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની સો ઓરડી મેઇન રોડ બાલમંદિર પાસે રહેતા ચેતનભાઇ રમેશભાઇ ચાવડા નામના યુવકને વર્ષાબેન વણોલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે અંગેની જાણ વર્ષાબેન વણોલના ભાઈ મહેશભાઇ દેવજીભાઇ વણોલ (રહે.મોરબી જવાહર સોસાયટી પાસે મફતીયા પરા મોરબી)ને થતા તેણે અગાઉ યુવક સાથે ઝગડો કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ વાડે નહી આવવા બાબતે ધમકાવેલ હતો. તેમ છતાં ચેતનભાઇ ગત તા-૧૧/૦૨/૨૩ ની મોડી રાત્રે પોતાના ભડીયાદ રોડ જવાહર સોસાયટી પાસે મફતીયા પરામાં આવેલ વાડામા ગયેલ હોય ત્યારે મહેશભાઈને સારૂ નહી લાગતા રાત્રીના સમયે યુવક સાથે ઝપાઝપી કરી ગળા ટુપો આપી હત્યા નિપજાવી હતી. જે અંગે યુવકની માતા મધુબેન રમેશભાઇ ચાવડાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!