વાંકાનેરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેરના રાજગઢ ગામે બે યુવકો પોતાની વાડી પાસે આવેલ ખરાબામાં પાણીનો ડાર કરવા ગયેલ ત્યારે ચાર ઈસમોએ સ્થળ પર ધસી આવી યુવકો પર પથ્થરો તથા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં બંને યુવકો ઈજાગ્રસ્ત થઈ જતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના વરડુસર ખાતે રહેતો મોમભાઇ નાથાભાઇ ડાભી નામનો યુવક રણજીત નામના યુવક સાથે પોતાની વરડુસર રાજગઢ રોડ પાસે આવેલ વાડી પાસે આવેલ ખરાબામાં પાણીનો ડાર કરવા માટે ઉભો હતો. તે દરમ્યાન રાજાભાઇ હીરાભાઇ ડાભી, વેજીબેન હીરાભાઇ ડાભી, વિશાલ હીરાભાઇ ડાભી તથા મહેશ હીરાભાઇ ડાભી (રહે.બધા વરડુસર ધોરાસગો મારગ પર આવેલ વાડીમાં તા.વાંકાનેર જી.મોરબી) નામના ઈસમોએ સ્થળ પર આવી ફરીયાદી તથા રણજીતને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી પત્થરના છુટા ઘા કરી રણજીતને ઇજા પહોંચાળી તેમજ લોખંડના પાઇપ વતી ફરીયાદીને ડાબા હાથમાં સામાન્ય તથા માથામાં ગંભીર ઇજા પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.