દેશમાં આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે તેની થીમ ‘વસુધૈવ કુટુંબકમ માટે યોગ’ રાખવામાં આવી છે. ત્યારે આજરોજ મોરબી સબ જેલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જેલમાં રહેલ જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ/બહેનોએ યોગ કરી યોગ દિવસ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ, જેલર પી.એમ.ચાવડા, તેમજ સ્ટાફ એ ઉત્સાહથી ભાગ લઈ આયોજન સફળ બનાવ્યું હતું.