બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં આજે સવારે માળિયા ફાટક પર આવેલ ઓવરબ્રીજ પર ટ્રકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર રુતિકભાઈ પરેશભાઈ બજાણીયા (ઉ.વ.૨૦) અને હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા (ઉ.વ.૧૯) રહે. જામનગર હાપા રેલ્વે કોલોની વાળાનાં મૃત્યુ થયાં હતા. અજાણ્યો ટ્રકચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. બનાવની જાણ થતા મોરબી બી ડિવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી બંને યુવકોના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યા હતાં. હાલ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.