મોરબીમાં દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે ઢુવા સીમ વરમોરા સીરામીક પાસે રોડ પરથી કારમાં ભરેલ ૧૩૦ લીટર દેશી દારૂ ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ઢુવા સીમ વરમોરા સીરામીક પાસે રોડ પરથી એક ઈસમ દેશી દારૂનો જથ્થો લઈ કારમાં પસાર થનાર છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રાખી જી.જે.-૧૩-સી.એ.-૭૭૪૩ નંબરની રૂ.૫,૦૦,૦૦૦/-ની કિંમતની સફેદ કલરની મહીન્દ્રા એક્સ.યુ.વી. ૩૦૦ ડબલ્યુ-૮ ડી.એસ. બી.એસ.-૬ મોડલની કારને રોકી તેમાં તપાસ કરતા રૂ.૨૬૦૦/-ની કિંમતનો ૧૩૦ લીટર દેશી દારૂનો જથ્થો હેરાફેરી કરી કુલ રૂ.૫,૦૨,૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે વેલજીભાઇ ભીમાભાઇ મારૂણીયા (રહે.કંસાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર)નામના ઈસમની અટકાયત કરી છે.