Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી એલસીબી દ્વારા વિદેશી દારૂના ૧૪ ગુનામાં સંડોવાયેલ રાજકોટના બુટલેગરને પાસા હેઠળ...

મોરબી એલસીબી દ્વારા વિદેશી દારૂના ૧૪ ગુનામાં સંડોવાયેલ રાજકોટના બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરાયો

મોરબીમાં અનઅધિકૃત રીતે ચોરી છુપીથી વિદેશી દારૂનો વેચાણ કરનાર અને વિદેશી દારૂના કુલ ૧૪ ગુનામાં સંડોવાયેલ રાજકોટના બુટલેગરને મોરબી ક્રાઇમ બ્રાન્ચે પાસા તળે ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી. પંડયાએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની અટકાયત કરવા મોરબી એલ.સી.બી.નાં પી.આઈ. ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પી.એસ.આઇ. કે.જે. ચૌહાણ, એન.એચ ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના કર્મચારીઓની ટીમ બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ હતી દરમ્યાન ધવલ ઉર્ફે શિવ બકુલભાઇ વડનગરા (રહે. રાજકોટ,કિર્તિધામ સોસાયટી, શેરી નં.-૦૧, ભવાનીચોક, દેવપરા મેઇનરોડ રાજકોટ) રાજકોટ શહેરનો લીસ્ટેડ બુટલેગર હોય અને અગાઉ ૧૪ જેટલા ગુન્હામાં સંડોવાયેલ હોય અને અગાઉ વડોદરા તથા અમદાવાદ ખાતે પાસા તળે ડિટેઇન થયેલ છે. જેને ગઈકાલે તા.૨૧/૦૭/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!