મોરબી જિલ્લાના અનેક ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમા હવામાન વિભાગની આગાહી મુજબ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાંકાનેર નજીક આવેલ મચ્છુ 1 ડેમ 90% ભરાયો છે.જેને પગલે મોરબી અને વાંકાનેર તાલુકા ના મળી કુલ ૨૪ ગામોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
વાંકાનેર નજીક આવેલા મચ્છુ 1 ડેમમાં ૩૬૧૭ ક્યુસેક પ્રવાહ પાણીની આવક ને કારણે ડેમ ૯૦%ભરાઈ ચૂક્યો છે અને ગમે તે સમયે ઓવર ફલો થવાની શક્યતા હોવાથી વાંકાનેર તાલુકાના ૨૦ અને મોરબી તાલુકાના ૪ ગામો ને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વધાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસીયા અને ધમલપર તો મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામોના લોકોને નદીના પટમાં ન જવા સુચના આપવામાં આવી છે. તો માલ મિલકત સલામત સ્થળે ખસેડવામાં અને ઢોરને નદીના પટમાં ન જવા દેવા સુચના આપવામાં આવી છે.