Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં મહિલા પર ઈસમનો હુમલો : ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડાઇ

મોરબીમાં મહિલા પર ઈસમનો હુમલો : ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડાઇ

મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક પરણિતા પાયે ઈસમે લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં ઉમીયાનગર શકિત ચેમબર પાછળ રહેતા અનીતાબેન જેશીગભાઈ સોલકી નામના પરણિતા સવાર પોણાદશેક વાગ્યે સીરામીક સીટીથી ચાલીને પોતાના ઘરે જતા હતા. ત્યારે લલીતભાઈ રાઠોડ (રહે.મોરબી-૨,ઉમીયાનગર શકિત ચેમબર પાછળ)ના પત્ની રવીનાબેને તેઓને ઉભા રાખતા ત્યા ઉભા રહેલ તેમની સાથે વાતચીત કરતા ત્યારે આ કામના આરોપી ત્યા આવીને બોલાચાલી ઝગડો કરીને ગાળો દેવા લાગેલ અને ગાળો દેવાની ના પાડતા આરોપી તેના ઘરમાથી એક લાકડાનો ધોકો લઈ માર મારવા લાગેલ અને ફરિયાદીને ડાબા હાથે તથા બન્ને પગે મુઢ ઈજાઓ પહોચાડેલ અને માથામા ધોકો મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હાટી. જેને લઈ તેઓને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!