મોરબીમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઇકાલે વધુ એક વાહન ચોરીનો બનાવ શનાળા રોડ સુપર માર્કેટ પાસેથી સામે આવ્યો છે. જ્યાં ભર બપોરે એક મોટરસાઇકલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના શનાળા રોડ સુપર માર્કેટ પાસે આવેલ પાર્કીંગમાં રાહુલભાઇ રાજેશભાઇ ગજીયા (રહે લતીપુર ગામ તા, ધ્રોલ જી. જામનગર) નામના વ્યક્તિએ ગત તા.૧૬/૦૭/૨૦૨૩ ના રોજ બપોરના સમયે પોતાની GJ-10-DQ-2612 નંબરની કાળા કલરની સ્પેંન્ડર પ્લસ બાઇક પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરિયાદીની પરવાનગી વગર કે સહમતી વગર ઉપાડી જતાં સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.