Tuesday, November 19, 2024
HomeGujaratસમગ્ર દેશમાં SC,ST એક્ટ કાયદાની કડકાઈથી અમલવારી કરાવવાની માંગ સાથે સ્વયં સૈનિક...

સમગ્ર દેશમાં SC,ST એક્ટ કાયદાની કડકાઈથી અમલવારી કરાવવાની માંગ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવાયુ

સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ઉપર થતા અમાનવીય અત્યાચારો ઉપર અંકુશ લાવવા તેમજ SC, ST એક્ટ કાયદાની કડકાઈથી અમલવારી કરાવવાની માંગ સાથે આજ રોજ સ્વયં સૈનિક દળ કલેક્ટર કચેરી પહોંચ્યું હતું અને કલેકટરને આવેદન પાઠવી આ અંગે વહેલામાં વહેલી ટકે કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર થનાર અત્યાચારોએ માઝા મૂકી છે. રાજ્યમાં SC ST એક્ટ લાગુ હોવા છતાં તંત્ર દ્વારા આ કાયદો કડકાઈથી લાગુ કરવામાં બેદરકારી કરી હોય જેના લીધે રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉત્પીડન કરવામાં લોકો અચકાતા નથી ઉલટાનું અમુક જાતિવાદી માનસિકતા ધરાવતા હિન્દુ સંગઠનો જ SC ST એક્ટને નાબૂદ કરવા માટે આવેદનપત્રો આપતા હોય છે. હાલમાં SC ST એક્ટને મજબૂત અને કડક બનાવવાની તાતી જરૂરિયાત છે. સમગ્ર ગુજરાતમાં અન્ય બીજી એક પણ સમાજ નહીં હોય કે જેમના ઉપર આટલી મોટી તાદાતમા અત્યાચાર થતો હોય. ગુજરાતમાં હાલ શાસનમાં રહેલ બીજેપી પક્ષ લગભગ ૨૭ વર્ષથી સત્તામાં છે અને પોતાને વિકાસ પુરુષ કહેનાર વડાપ્રધાન પણ ૧૦ વર્ષ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તો સાહેબ અમારો સવાલ છે કે, • વિકાસની ડીંગો મારતા બીજેપી પક્ષના નેતાઓ અને પ્રશાસનમાં બેઠેલા કલેક્ટર – સચિવ કક્ષાના અધિકારીઓએ ક્યારે પણ અનુસૂચિતજાતિ અને જનજાતિના વિસ્તારોની મુલાકાત લીધી? અનુસૂચિતજાતિ અને જનજાતિના લોકો અન્ય સમાજની તુલનામાં વિકાસમાં પાછળ છે તો આ માટે શાસન પ્રશાસનને જવાબદાર કેમ ન ગણવો? સરકાર દ્વારા જ સરકારી ક્ષેત્રો જ્યારે વેચવામાં આવે છે પ્રાઇવેટિકરણ કરવામાં આવે છે ત્યારે અનુસૂચિતજાતિ અને જનજાતિના લોકો માટેની રોજગારીની ચિંતા કેમ ન કરી? સરકારી ક્ષેત્રોમાં એસસી એસટી લોકોને સંવિધાનીક અનેક અનામત પ્રાપ્ત છે તો તેમની રોજગારી સરકાર જ છીનવી લે છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ રહેતી નથી. SC ST માટેની ગ્રાન્ટો SC ST વિસ્તારમાં વપરાતી નથી અને અન્ય કામોમાં વપરાય છે ત્યારે આ બાબત માટે જવાબદાર કોણ ? SC ST વિસ્તારો દારૂ જુગાર અને અન્ય કેટલાક દુષણોથી ખદબદે છે તો આ રોકવામાં પ્રશાસન અને શાસન કરતા બીજેપી પક્ષને જવાબદાર કેમ ન ગણવો? બીજેપી શાસન દરમિયાન જ સમગ્ર ગુજરાતમાં માનવતાને શર્મશાર કરે એવા જ ઘન્ય અપરાધો થયા. જેમાં થાનગઢ હત્યાકાંડ તો જગજાહેર છે. આ ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં એસ.સી એસ.ટી પર ૯૭૧૨ અત્યાચાર થયા અને ગુજરાત સરકાર SC ST મુદ્દે આંખ આડા કાન કરે છે. જેથી આપ પાસે તુરંત અપેક્ષા રાખીએ છીએ કે આવનારા સમયમાં SC ST લોકો પર થતા દમન મુદ્દે આપ સંવેદનશીલ બનશો. તેમ સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!