Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં પતિ-પત્ની ઔર વો...ના ચક્કરમાં પતિ પર શંકાના આધારે પત્નીએ ઘાતકી હુમલો...

મોરબીમાં પતિ-પત્ની ઔર વો…ના ચક્કરમાં પતિ પર શંકાના આધારે પત્નીએ ઘાતકી હુમલો કર્યો

જર, જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરું કહેવતને સાર્થક કરતી ઘટના વાંકાનેરમાંથી સામે આવી છે. જેમાં પતિ અન્ય કોઈ મહિલા સાથે વાત કરતો હોવાની શંકાનાં આધારે પત્નીએ પતિ પર કુહાળાથી હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત યુવકની પિતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ઢુવા માટેલ રોડ શીવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં લેબર કોલોનીમાં રહેતો અર્જુનભાઇ સુમસીહ ડામોર નામનો યુવક પોતાના મોબાઇલ ફોનથી બીજી મહીલા સાથે વાત કરે છે તેવી તેની પત્ની કાળીબેન અર્જુનભા ડામોરે શંકા કરી અર્જુન સાથે ઝઘડો કરી રૂમમાં પડેલ કુહાળાથી કાળીબેને તેના પતિ અર્જુનને મારી નાખવાના હેતુથી માથાના ભાગે તથા આંખના ભાગે તથા ડાબા હાથની આંગળી ઉપર માર મારી ગંભીર ઇજા પહોંચાડતા સમગ્ર મામલે ઈજાગ્રસ્તના પિતા સુમસીંહ પ્રેમાભાઇ ડામોર દ્વારા  વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!