મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે આપઘાતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જયારે એક યુવકનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, મૂળ એમ.પી.નાં જાટપુર ખાતે રહેતો મિથુન ઉર્ફે જીતુ દેવસિંગ મોર્ય નામનો યુવક મોરબી-૨, પાવનપાર્ક સોસાયટી-૨ મા ખાતે જેની ધર્મની માનેલી બેન શારદાબેન વાલજીભાઈ સોલંકીના ઘરે આવેલ હોય અને ઘરે નાહવા માટે જતો હોય ત્યારે એકદમ ચક્કર આવતા નીચે જમીન ઉપર પડતા બેભાન થઈ જતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પીટલે સારવારમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી હાર્ડ એટેક આવતા મરણ ગયેલનુ જણાવ્યું હતું અને સમગ્ર મામલે પદમસિંગ ફુલસિંગભાઈ મોર્ય દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, કોઈ અજાણ્યા પુરુષે કોઇ કરણોસર રેલ્વે ટ્રેક પર સુઇ જઇ સૌરાષ્ટ્ર જનતા બાંડ્રા-જામનગર ટ્રેનની હડફેટે આવી આપઘાત કરી લીધો હતો. જે બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડ્યો હતો. તેમજ સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં, હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા રવિભાઇ સુરેશભાઇ સોલંકી નામના યુવકની પત્ની રીસામણે હોય જેથી યુવક માનસીક તણાવમાં રહેતો હોય જેથી તેને લાગી આવતા પોતાના ઘરે છતના હુક સાથે સાડી બાંધી પોતાની જાતેથી ગળે ફાંસો ખાઇ લેતા યુવકનું મોત નીપજ્યું હતું. જે બનાવની જાણ થતા હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.