માળીયા મી. પોલીસે જામગરી બંદુક સાથે એક ઈસમની હરીપર ગામ પાસેથી અટકાયત કરી છે. જીલ્લા મેજિસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી),એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હરીપર ગામ પાસે ગુલાબડી રણ તરફ જવાના રસ્તે એક શખ્સ જામગરી બંદુક લઈ ફરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સિંકદરભાઈ કાસમભાઈ સંધવાણી (રહે-માળીયા મીં. માલાણી શેરી સંધવાણી વાસ તા.માળીયા મીં. જી.મોરબી) નામના શખ્સને રૂ.૩૦૦૦/-ની કિંમતની જામગરી બંદુક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.