હળવદના મેરૂપર ગામે આવેલ વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા આધેડ ની પત્થર ના ઘા મારી હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.
જેની વિગત મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે ખેતરમાં મજૂરી કરતા અને ત્યાં જ રહેતા દેવજી ભાઈ ચૌહાણ (ઉ.૫૫) ની પત્થર ના ઘા મારી ને હત્યા નીપજાવવામાં આવી છે.તેમજ પોલીસની પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે કે મૃતક જે વાડીએ રેહતા હતા અને મજૂરી કામ કરતા હતા તેની બાજુની વાડી ના મજૂરી સાથે માથાકૂટ થઈ હતી જેમાં પથરો થી હુમલો થયો હતી જે દરમિયાન પત્થર નો જીવલેણ ઘા વાગી જતાં દેવજીભાઈ નુ મોત નીપજ્યું હતું.જેથી હળવદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.