મોરબી તાલુકાના નવા સાદુળકા નજીક હાઇવે સર્વિસ રોડ પરથી વિદેશી દારૂની ૬૫ બોટલ સાથે એક શખ્સને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.
મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અન્નપૂર્ણા હોટલ સામે ત્રણ પ્લાસ્ટિકના બાચકાં સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલા અરબાજ બરકતઅલી જીવાણી ઉવ.૨૭ રહે. માર્કો સોસાયટી ઘુટુ રોડ મોરબી વાળાને રોકીને તપાસ કરતાં બેગપાઇપર ડિલક્સ વ્હિસ્કીની ૭૫૦ એમએલ.ની ૬૫ બોટલ કિ.રૂ.૩૬,૭૨૫/- મળી આવી હતી. આ સાથે તાલુકા આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






