વાંકાનેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં “તુ ધેર કેમ નથી” તેમ કહી પતિએ તેના પત્ની પર હુમલો કર્યો હતો. ત્યારે પરણિતાનો ભાઈ વચ્ચે પડતા બનેવીએ લાકડી વતી સાળાનું માથું ફોડી નાખ્યું હતું. જેને લઈ યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં પેડકસોસાયટી એસ્સાર પેટ્રોલ પંપની પાછળ રહેતા રાહુલભાઇ ચંદુભાઇ ડાગરોચા નામના યુવકની બહેનને તેના પતિ દેવરાજભાઇ હકાભાઇ દેકાવાડીયા (રહે,રાજકોટ પોપટપરા શેરી નં-૮) એ તુ ધેર કેમ નથી તેમ કહી ખુશ્બુને ઢીકા પાટુનો માર મારતા રાહુલભાઈ વચ્ચે પડતા તેને દેવરાજભાઇએ લાકડી વતી માથાના ભાગે એક ધા મારી તથા શરીરના ભાગે મુંઢ માર મારી માથામા ફુટકરી ગાળોબોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.