મહારાજ એ પોતાના ભીના કપડા માંથી નીચોડેલ પાણીથી કુળદેવી ને છાંટા ઊડાડ્યા અને સત્સંગી બનાવી દીધા:વડતાલના સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ
તાજેતરમાં જ હનુમાનજી માં ભિત ચિત્રો ને લઈને વિવાદ ઊભો થયો હતો અને જોત જોતામાં એ વિવાદ એ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું જોકે બાદમાં ભીંત ચિત્રો બદલી નાખવામાં આવતા હાલ પૂરતો એ વિવાદ શાંત થઈ ગયો છે.પરંતુ સોશિયલ મીડિયામાં વધુ એક સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસ નો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ખોડિયાર માતાજી તેમજ અન્ય કુળદેવી દેવતા ઓ ના અપમાન જનક શબ્દો સ્ટેજ પરથી બોલી રહ્યા છે.
જે વિડિયો વાયરલ થયા ની સાથેજ માઈ ભક્તો માં રોષ વ્યાપી ગયો છે અને અનેક સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો અલગ અલગ રીતે વિરોધ દર્શાવી રહ્યા છે.આ વીડિયોમાં વડતાલ ના સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ કહી રહ્યા છે કે મહારાજ એ પોતાના ભીના કપડા માંથી નીચોડેલ પાણીથી કુળદેવી ને છાંટા ઊડાડ્યા અને સત્સંગી બનાવી દીધા.તેમજ ખોડિયાર માતાજી ને સંબોધી ને પણ આપતીજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે.જેને લઇને મોરબી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રા ધામ ખોડિયાર ધામ માટેલ દ્વારા સખત વિરોધ દર્શાવીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.
સ્વામી બ્રહ્મસ્વરૂપદાસનો વાયરલ વિડિયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો