સ્વામી નારાયણના સંતો દ્વારા દેવી દેવતાઓ વિરૂદ્ધ બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા ખોડીયાર માતાજી વિશે અપમાન જનક નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઇને મોરબીના સુપ્રસિદ્ધ યાત્રા ધામ માટેલના મહંત,સંતો અને માઈ ભક્તોએ કલેકટરને આવેદન પાઠવી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ માફી માંગે તેવી માંગ કરાઇ હતી.
સ્વામિનારાયણના સંતો અને સનાતન ધર્મના મહંતો વચ્ચે છેલ્લા કેટલા સમયથી વિવાદ વકરી કર્યો છે. ત્યારે સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસ દ્વારા ખોડીયાર માતાજી વિશે અપમાન જનક નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈને મોરબીના સુપ્રસિદ્ધ યાત્રા ધામ માટેલના મહંત,સંતો અને માઈ ભક્તોએ મોરબી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. અને સ્વામી બ્રહ્મ સ્વરૂપદાસ માફી માંગે તેવી માંગ કરાઇ હતી. તેમજ આ ચિંગારી મોટું સ્વરૂપ લે તે પહેલાં સ્વામી માફી માંગી લે તેવી માંગ માઈ ભક્તોએ ચીમકી ઉચ્ચારી હતી.