મોરબી ના ગોર ખીજડીયા પાસે કારખાનામાં રહેતા શ્રમિક પરિવારની સાડા દસ વર્ષની દીકરીને સાથે જ કામ કરતા નરાધમ ઈસમે અપહરણ કરી લઈ જઈ વારંવાર દૂર્ષ્કેમ ગુજાર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો.જે કેસમાં આરોપીને આજે સજા ફટકારવામાં આવી હતી.
ઉપરોક્ત કેસ આજે મોરબી સ્પેશિયલ પોક્સો અને એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન. ડી કારિયા અને એસ.સી.દવે ની ધારદાર દલીલો તેમજ ૦૮ મૌખિક પુરાવા અને ૨૭ દસ્તાવેજી પુરાવા ને ધ્યાને રાખીને આરોપી મોલુંરામ નાનુંરામ ડાવર ને કોર્ટે ૨૦ વર્ષની સજા અને રૂપિયા ૨૦,૦૦૦ નો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો હતો.તેમજ ભોગ બનનાર પરિવાર ને વિક્ટીમ કમ્પેનસેશન સ્કીમ મુજબ વળતર ચૂકવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો.