મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં સતત વરસાદને પગલે ફરી મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમ ૯૦% ભરાઈ જવા પામ્યો છે. આથી આ ડેમનો એક દરવાજો ૦.૩ મીટર ખોલવામાં આવ્યો છે.હાલ મચ્છુ ૩ ડેમમાં 2050 ક્યુસેક પ્રવાહ પાણી ની આવક સામે 939 ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવ્યું છે. આથી ડેમ હેઠળના મોરબી અને માળીયા તાલુકા ના ૧૯ જેટલા ગામોને એલર્ટ કરી મચ્છુ નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં હેઠવાસમાં આવતા ગોરખીજડીયા, વનાળીયા, સાદુડકા, માનસર, રવાપરનદી, અમરનગર, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ સહિત ૧૯ ગામોને એલર્ટ અપાયું છે.