Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં દસ વર્ષના બાળકના ગુદાના ભાગે કોઈએ હવા ભરી દેતા સારવારમાં ખસેડાયો:પોલીસ...

મોરબીમાં દસ વર્ષના બાળકના ગુદાના ભાગે કોઈએ હવા ભરી દેતા સારવારમાં ખસેડાયો:પોલીસ તપાસ શરૂ

મોરબી માળિયા હાઇવે પર આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારના ૧૦ વર્ષના માસુમ બાળકને કોઈએ કમ્પ્રેસર ગુદાના ભાગે નાખી હવા ભરી દીધી હતી.જેના કારણે તરુણની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી માળિયા હાઇવે પર આવેલ સિરામિક ફેકટરીમાં વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દસ વર્ષીય બાળક રમતો હતો તે દરમિયાન કોઈએ કમ્પ્રેસરથી બાળકનાં ગુદાના ભાગે હવા ભરી દીધી હતી. ત્યાર બાદ બાળકની તબિયત લથડતા તેને મોરબી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ બાળક સાથે આવું કૃત્ય કોને કર્યું અને ખરેખર મજાક મસ્તી માં બનાવ બન્યો છે કેમ તેવા સવાલોના જવાબ મેળવવા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!