હળવદ તાલુકાના માથક ગામમા ઈસમે પોતાના રહેણાક મકાનમાં ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા ભોગવટામાં ભારતીય બનાવટની બિયર ટીન છુપાવી રાખ્યા હતા. જે હળવદ પોલીસે રેઇડ કરી મુદ્દામાલ કબ્જે કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના માથક ગામમા રહેતા શક્તિ રાજુભાઈ ગોહીલ નામના શખ્સે પોતાના રહેણાક મકાનમાં ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા ભોગવટામાં ભારતીય બનાવટનાં બિયર ટીન રાખેલ હોવાની બાતમી હળવદ પોલીસને મળતા તેઓએ સ્થળ પાર રેઈડ કરી KINGFISHER STRONG લખેલ 500 એમ.એલ.ના 21 ટીનનો રૂ.2100/-નો મુદામાલ આરોપીએ પોતાના રહેણાંક મકાનમા છુપાવી રાખ્યો હોય જે કબ્જે કરી આરોપી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા હળવદ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.