મોરબીમાં એક જ દિવસમાં બે લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રખડતુ ભટકતુ જીવન જીવતા એક યુવકનું અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. જયારે એક યુવકનું પંદર ફુટ ઉંચાઇ પરથી અકસ્માતે નીચે પડી જતા મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબીનાં શક્તી ચોક ખાતે રહેતા અબ્દુલ મામદભાઇ કૈડા રખડતુ ભટકતુ જીવન જીવતા હોય અને મોરબી શક્તી ચોક ખાતે કોઇ અગમ્ય કારણો સર મરણ જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. તેમજ સમગ્ર મામલે આરીફ ઓસમાણભાઇ કૈડા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.
બીજા બનાવમાં, વાંકાનેરનાં લેન્ડક્રાફ્ટ પ્રેવર એલ.એલ.પી. કારખાનામાં રાતાવીરડા ખાતે રહેતા મૂળ પંચમહાલના રાજુભાઇ જેસીંગભાઇ નાયકા ગત તા.૨૧/૧૧/૨૦૨૩ ના રોજ રાતાવીરડા લેન્ડક્રાફ્ટ પ્રેવર એલ.એલ.પી. નામના નવુ બાંધકામ થતા કારખાનામાં સેન્ટીંગનું કડીયાકામ કરતા હોઇ તે દરમ્યાન પંદર ફુટ ઉંચાઇ પરથી અકસ્માતે નીચે પડી જતા શરીરમાં આંતરીક ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાઈ છે.