મોરબી એ ડિવિઝન પોલીસે મોરબી કાલીકા પ્લોટમાંથી ૧૧૫ લીટર દેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબી કાલીકા પ્લોટ મોમાઈ ડેરીવાળી શેરીનાં નાકે રેઇડ કરી ઈલાબા યુવરાજસિંહ જાડેજા નામની મહિલાએ ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકના બાચકામા આશરે ૫ લીટરની ક્ષમતા વાળી ૬ કોથળીઓમાં ભરેલ ૩૦ લીટર દેશી દારૂ તથા પ્લાસ્ટીકના બાચકામાં આશરે ૫ લીટરની ક્ષમતા વાળી ૯ કોથળીઓમાં રહેલ ૪૫ લીટર દેશી દારુ તથા ૫ લીટરની ક્ષમતા વાળા ૮ પ્લાસ્ટીકના બાચકામાં રહેલ ૪૦ લીટર દેશી દારુ એમ ત્રણેય બાચકાનો કુલ ૧૧૫ લીટર દેશી દારુ જે એક લીટર દેશી દારૂની કિ.રૂ ૨૦ લેખે દેશી દારૂની કિ.રૂ.૨૩૦૦/-નો મુદામાલ વેચાણ કરવાના હેતુ સાથે મળી આવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે.