ટંકારા રાજકોટ રોડ પર આવેલ ગેલેક્ષી હોટલ સામે મોટર સાયકલને અજાણ્યા વાહન ચાલકે ઠોક્કર મારતા મોટરસાઈકલ ચાલક આધેડને માથાના ભાગે અને ચહેરામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે આરોપી અકમ્સાત કરી નાસી જતા સમગ્ર મામલે મૃતકના પુત્ર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા રાજકોટ રોડ પર આવેલ ગેલેક્ષી હોટલ સામે ગત તા.22/11/2023 ના બપોરના આશરે એક વાગ્યાના અરસામા ફરીયાદી સંદીપભાઇ રમેશચંદ્ર મણીયારના પિતા રમેશચંદ્ર અબાંલાભાઇ મણીયારના પોતાની GJ-03-HA-0116 નંબરની મોટર સાયકલ હોય ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલા વાળું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રમેશચંદ્રના વાહન સાથે ભટકાવી માથાના ભાગે તથા ચેહરાના બન્ને આંખના નિચેના ભાગે ગંભીર ઇજા કરી અકસ્માત સર્જી નાશી જતાં રમેશચંદ્રનું સારવાર દરમિયાન મોત થતાં અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.