Thursday, January 9, 2025
HomeGujaratમોરબીના લાતી પ્લૉટ વિસ્તારમાંથી ત્રણ જુગારીઓ ઝડપાયા

મોરબીના લાતી પ્લૉટ વિસ્તારમાંથી ત્રણ જુગારીઓ ઝડપાયા

મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે લાતી પ્લૉટ શેરી નં.૨ ના નાકા પાસેથી ત્રણ ઈસમોને જુગાર રમતા પકડી પાડી તેમના વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે લાતી પ્લૉટ શેરી નં.૨ ના નાકા પાસે રેઇડ કરી જાહેરમાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા જુમાભાઈ ગુલમામદભાઈ સાઈચા, સુલતાનભાઈ સરમણભાઈ ઉર્ફે સુલેમાનભાઈ સુમરા તથા રફીકભાઈ ઉશ્માનભાઈ વડાવળીયાને રોકડા રૂ.૧૦, ૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!