મોરબીમાં જાહેરમાં રિક્ષામાં બેસી બીભત્સ ચેનચાળા કરતા પ્રેમી પંખીડાનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઈને પોલીસ હરકતમાં આવી છે. અને યુવક યુવતી ની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં જાહેરમાં રિક્ષામાં અશ્લીલ ચેનચાળા કરતા પ્રેમી પંખીડાનો વિડિયો વાયરલ થયો હતો. જેને લઇને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અને મોરબી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે GJ 13 Y 0675 નંબરની રિક્ષાનાં ચાલક સંદીપ ઉર્ફે સુનીલ ધીરુભાઈ પેથાણી અને તેની સ્ત્રી મિત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંનેને કાયદાનું ભાન કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.