મોરબી તાલુકા લાલપર ગામની સીમમાં એક યુવકે છેલ્લા એકાદ વર્ષથી કાઇ કામ ધંધો કરતા ન હોય અને ગુમશુમ રહેતા હોય જેથી કંટાળી જઇને પોતાના રહેણાંક મકાને પોતાની જાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા લાલપર ગામની સીમ એકતા સોસાયટીમા રહેતા ૩૯ વર્ષીય મુકેશભાઇ દેવજીભાઇ ડાભી છેલ્લા એકાદ વર્ષથી કાઇ કામ ધંધો કરતા ન હોય અને ગુમશુમ રહેતા હોય જેથી કંટાળી જઇને પોતાના રહેણાંક મકાને પોતાની જાતે ગઈકાલે ગળાંફાસો ખાઇ લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.