હળવદનાં ક્રીષ્ના પેપર કોરન સીક્યુરીટી રૂમમા રહેતા વૃધ્ધાનું ખાટલામાંથી ઉભા થતી વેળાએ પડી જતા કપાળના ભાગેના ઇજા થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, હળવદનાં જુના ઇશનપુર ગામે ક્રીષ્ના પેપર કોરન સીક્યુરીટી રૂમમા રહેતા મણીબેન ભીમાભાઇ મકવાણા ગત તા.૨૫/૧૨/૨૦૨૩ના બપોરના સમયે પોતાના ઘરે ખાટલામાંથી ઉભા થતા હોય ત્યારે પડી જતા કપાળના ભાગેના ઇજા થયેલ હોય જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી અયુષ હોસ્પિટલમાં લઇ જતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થતા ફરજ પરના ડોક્ટરે વૃદ્ધાને મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.