મોરબી માળીયા નેશનલ હાઇવે વીસાલ ફર્નીચરની સામે ૦૪/૦૧/૨૦૨૪ને રાત્રે આરોપીએ પોતાના હવાલાવાળું ટ્રક ટેઇલર પુરઝડપે અને ગફરતભરી રીતે ચલાવી નીકળતા ફરીયાદીના મોટાભાઇના મોટર સાયકલને હળફેટે લઈ અકસ્માત સર્જાતા શરીરે ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન મૃત્યુ પામતા ટ્રક ચાલક ટ્રક મુંકી નાસી જતા તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી માળીયા નેશનલ હાઇવે વીસાલ ફર્નીચરની સામે આરોપી પોતાના હવાલાવાળું ટ્રક ટેઇલર નં. GJ-36-T-4071 પુરઝડપે અને ગફરતભરી રીતે માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી નીકળતા ફરીયાદી દેબબ્રતદાસ સુભાષચન્દ્રદાસ કરણના મોટાભાઇ સુબ્રતાદાસના મોટર સાયકલ નં. GJ-36-AA-8447ને ૦૪/૦૧/૨૦૨૪ને રાત્રીના સાળા અગિયાર વાગ્યે પહેલાં હળફેટે લઈ અકસ્માત સર્જાતા શરીરે ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન મૃત્યુ પામતા ટ્રક ચાલક ટ્રક મુંકી નાસી જતા તેના વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો દાખલ કર્યો છે.