Tuesday, November 19, 2024
HomeGujaratયુવા શક્તિ ગ્રુપ મોરબીનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ થતા પોતાની કામગીરી વર્ણવી

યુવા શક્તિ ગ્રુપ મોરબીનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ થતા પોતાની કામગીરી વર્ણવી

મોરબીમાં ઈમરજન્સી યુવા શક્તિ ગ્રુપ, જે મોરબી અને રાજકોટની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી અને અકસ્માત જેવા ઈમરજન્સી સમયે હેન્ડ ટુ હેન્ડના અનોખા ધ્યેય સાથે બ્લડની તાત્કાલિક જરૂરીયાત પુરી પાડે છે. જે ગ્રુપ અત્યાર સુધી હજારો લોકોને બ્લડની જરૂરિયાત પૂરી પાડે છે. આ ગ્રુપમાં પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ૨૪/૭ દિવસ રાત જોયા વગર ૩૬૫ દિવસ કોઈપણ‌ બ્લડની જરૂરીયાત પુરી પાડવા ખડેપગે રહે છે.

- Advertisement -
- Advertisement -

યુવા શક્તિ ગૃપે ૨૦૨૩ના વર્ષમાં ૮૭૮ જેટલી બોટલ બ્લડની ઈમરજન્સી જરૂરીયાતમાં પુરી પાડી હતી. ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત સમયે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર‌ સંપર્ક કરવા ગૃપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તદુપરાંત ગતવર્ષ થી જ ૦‌ થી ૧૨ વર્ષના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને ગ્રુપ દ્વારા મોરબીના વાઘપરા વિસ્તારમાં દરેક પુષ્યનક્ષત્રના દિવસે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ૫૦૦ થી પણ વધારે બાળકો લાભાન્વિત થયા છે ત્યારે આવનારા સમયમાં પણ ગ્રુપ દ્વારા મોરબીના અન્ય જરૂરીયાતમંદ વિસ્તારમાં પણ નિઃશુલ્ક પણે સુવર્ણ‌પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોરોના સમયથી જ ઓક્સિજનના જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક પણે ૫ લિટરના ઓક્સિજન મશીનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જે મશીન સંપૂર્ણ પણે ઇલેક્ટ્રિક પાવર પર ચાલે છે તથા હવામાંથી ઓક્સિજન મેળવી શુદ્ધ કરી જરૂરીયાતમંદ ને પુરી પાડે છે. આ ઓક્સિજન મશીન તથા બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત માટે તથા ઈમરજન્સી સમયે રક્તદાન રુપી મહાદાન કરવા ઈચ્છતા લોકોને ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર‌ સંપર્ક કરવા ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યું છે.તેમજ યુવા શક્તિ ગ્રુપની તમામ સેવાઓ મોરબીના તમામ લોકો માટે નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. યુવા શક્તિ ગ્રુપ સંપૂર્ણપણે ગ્રુપના સભ્યોના સહયોગથી ચાલતુ હોવાથી યુવા શક્તિ ગ્રુપ કોઈપણ‌ પ્રકારના માધ્યમથી આર્થિક દાન એકત્રિત કરતુ નથી. દાન લેવાની બાબત ધ્યાનમાં આવે તો સત્વરે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપના‌ મેન્ટોર પિયુષભાઈ બોપલિયાએ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!