એક તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેંચાણ પર પ્રતિબંધ છે છતાપણ છુપીરીતે આ ઘાતક દોરાનું વેંચાણ ચાલુ છે. જેને ડામવા ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. અને નવાપરાના નાકા પાસેથી એક ઈસમને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, નવાપરાના નાકા પાસે રોડ ઉપર ચાઈનીઝ દોરીનું વેચાણ કરાઈ રહ્યું હોવાની માહિતી પોલીસને મળતાં પોલીસ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. અને સ્થળેથી અનીલભાઈ રમેશભાઈ મકવાણા નામના શખ્સને રૂ.૬૫૦૦/-ની કિંમતનાં ૧૩ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો)ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.