મોરબીમાં ગઈકાલે બે લોકોના અપમોતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં એક યુવકનું અગાસી પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જયારે એક પરણિતાને કોઇ કારણસર ઝાડા ઉલ્ટી થતાં તેનું મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબીનાં ચાંચાપર ગામની સીમ એક્તા પોલીપેક કારખાને લેબર કવાર્ટરમાં રહેતો મૂળ યુ.પી.નો દિપક રાજકુમાર સહાની નામનો યુવક ગઈકાલે મોબાઇલમાં વાતો કરતો ઉપર લેબર કોલોનીના છત ઉપર ગયેલ ત્યારે રાત્રી દરમ્યાન કોઇ કારણસર અકસ્માતે છત ઉપરથી આશરે ૩૦ થી ૩૫ ફુટની ઉંચાઇએથી નીચે લેબર કોલોનીની ચાલીમાં પડતા માંથાના ભાગે ગંભીર ઇજા થતા યુવકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે તેના ભાઈ ફુલચંન્દ્ર રાજકુમાર સહાની દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.
બીજા બનાવમાં, વાંકાનેરનાં રાતીદેવળી ખાતે રહેતા કમળાબેન ખેંગારભાઇ વોરા નામની મહિલા ગઈકાલે બપોરના સમયે તેમના ઘરે હતા, ત્યારે તેમને કોઇ કારણસર ઝાડા ઉલ્ટી થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સારવારમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેમનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.