મોરબી જિલ્લામાં ભાજપમાં અસંતોષ ચરમસીમા એ પહોંચ્યો છે. વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવી એ પોતાના પદ પરથી રાજીનામુ ધરી દેતા ભાજપનું અંદરો અંદરનું રાજકારણ ગરમાયું છે. મોરબી જિલ્લામાં ચાલતા આંતરિક જૂથવાદ ને કારણે રાજીનામું દીધાની ચર્ચા ચાલી રહી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવીએ રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. મોરબી જિલ્લામાં ભાજપનો આંતરિક અસંતોષ સામે આવ્યો છે. મોરબી જિલ્લામાં ચાલતા આંતરિક જૂથવાદના લીધે રાજીનામું આપ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ભાજપનું એક જૂથ બીજા જૂથ સાથે સંકળાયેલ દરેક ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓ સત્તાનો દુરુપયોગ કરી આડકતરી રીતે હેરાન કરી રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે. જેને લઇને વાંકાનેર શહેર ભાજપ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે.