અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિરના ૨૨ તારીખે પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ત્યારે સાર્થક વિદ્યામંદિર ખાતે પંચ દીનાત્મક રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૬ થી ૨૦ જાન્યુઆરી સુધી પાંચ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
પ્રભુ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત સાર્થક વિદ્યા મંદિરમાં તા. 16 થી 20 જાન્યુઆરી સુધી પંચ દીનાત્મક રામસભાનું પંચદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામ સભા, પૂજિત અક્ષત કળશનું સ્વાગત, શ્રીરામ ભગવાન વિશે વક્તવ્ય, ગીત, ધૂન, રામચરિત માનસ પાઠ, વિવિધ લેખકોની વિવિધ રચનાઓના ભાવાર્થ, પ્રેઝન્ટેશન, ભરતનાટ્યમ અને કથ્થક દ્વારા રામજીના સંસ્કૃત ગીતનું નિરૂપણ, દીપમાલા તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.